Monday, 19 November 2012

જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં - હરિન્દ્ર દવે

કવિ, સ્વર - હરિન્દ્ર દવે



જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં
                               ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા
                     ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!

આટલા અબોલા પછી આવો સવાલ
          કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
                    હોઠ ખોલીએ તો બોલવાનું બહાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
                  હજી દુનિયા આ મારી હેમખેમ છે!

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ  
            થઈ ચાલતી દીવાલ થકી ઈંટો
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
         કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
                હજી આપણી વચાળે જરા પ્રેમ છે!

(શબ્દો - ઊર્મિસાગર)


No comments:

Post a Comment