Friday, 2 November 2012

હજાર હાથવાળા - અવિનાશ વ્યાસ

કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
 સ્વર - ???




હજાર હાથવાળા,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં,
કોઇના ભંડાર ભરેલાં, કોઇના ઠામ ઠાલાં.

તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો,
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો,
ઠેર ઠેર વેરઝેર થતાં કામ કાળાં,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં.

સતની સાથે ચાલે એને દુઃખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે,
સાંઇને ન પામે પાઇ, દંભીને દુશાલા,
 મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં,

નાનું સરખું મંદિર તારું થઇ બેઠું દુકાન,
પુકારે પંડિત પૂજારી કોઇ લઇ લ્યો ભગવાન,
નિર્ધન ને ધન દેજે ભગવન  પૂંજીવાળા,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં,

No comments:

Post a Comment