Tuesday, 6 November 2012

જરાં જોતાં જાઓને - ગીત

સ્વર - દિલીપ ધોળકીયા



જરાં જોતા જાઓ ને ગોરી પાછા વળી,
તારો લ્હેરાતો છેડલો જાય રે લળી.

ઘેરાયો મેઘો ને લ્હેરાતી વીજળી,
હૈયામાં રંગ ભરી પ્રીતીની વાદળી.
તારા ઢોળાતા વ્હાલ જાય એળે ઢળી.

વારે વારે આ ગાય વંકાતી વાટડી,
ભુલી ભમે  મારી ઘેરાતી આંખડી
ભલે જાજો જરીક જાય આંખે મળી.

ઊભા રો અલબેલી જોવામાં જાય શું?
જોવામાં એને વળી હૈયું ખોવાય શું,
ભલે જાય ઘડી વાટાડીએ ચિત્તડું ચળી.


No comments:

Post a Comment