Wednesday, 7 November 2012

જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો - ભજન

સ્વર - પ્રફુલ્લ દવે



હે..ને ગમતો કાનૂડો રૂપાળો,
ભલેને રીયો કાળો, છોને નખરાળો,
જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો.
ઇતો નંદજીનો છોરો રૂપાળો,
ભલે છેલ છોગાળો ગોકુળનો ગોપાળો
જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો.

ગોપીઓની વાટે ગોપીઓને ઘેરી,
ઇતો માંગે છે દાણ..
કનડે કાનૂડો તોય ગોપીઓને રીસ નહીં,
એતો છે એમનો પ્રાણ.
હે..ઇતો નંદજીનો છોરો છોગાળો
ભલેને રીયો કાળો, છોને નખરાળો,
જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો.

છૂપી છૂપી જુએ શ્યામ જમુનાને તીર
જ્યારે ગોપીઓ પાણીડાં જાય.
તોડે ગાગરડી ને ભીંધાય ગોપી,
જોઇ ઓલો કાનો મલકાય
ઇતો નટવરિયો છે નિરાળો,

ભલેને રીયો કાળો, છોને નખરાળો,
જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો.

ઘેલુ કર્યું એણે ગોકુળીયું સારું,
એ તો છે ચિત્તડાનો ચોર,
ભવો તે ભવની મારી પ્રીતડી બંધાણી,
છૂટેના પ્રીતયું નો દોર,
એ તો કરે છે કાંકરીનો ચાળો,
દુવાઇતા વાળો ગાયોનો ગોવાળો
જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો.


વ્હાલુ લાગે છે મને ગોકુળીયું આજે,
કાનો રમાડે જ્યાં રાસ,
ગોપ ગોપીઓના ટોળા ઉમટ્યાં,
કાનૂડાનો જ્યાં વાસ

હે..ઇતો નંદજીનો છોરો રૂપાળો

ભલે છેલ છોગાળો ગોકુળનો ગોપાળો
જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો.


No comments:

Post a Comment