Thursday, 20 December 2012

કચ્છમાં અંજાર રૂડાં શહેર - લોકગીત

કચ્છની ધરતીની સુંદરતા અવર્ણનીય છે. તેનું સફેદ રણ, કાળો ડુંગર પ્રકૃતિની એક અદભૂત રસલીલા વર્ણવે છે. ભલુ થજો ગુજરાતના શાસકોનું, કે જેમણે રણોત્સવ દ્વારા કચ્છની આ સુંદરતા વિશ્વ સમક્ષ રજૂ કરી. એક લોકગીત માણીયે.

ફિલ્મ - પાતળી પરમાર
લોકગીત
સ્વર - મહેન્દ્ર કપૂર, ??



કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે ..
ઇયાં જેસલના હોય રંગમોલ રાજ...
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...


સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે,
ઇયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ,
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...


સરખી સૈયર લેશું સાથમાં હોજી રે..
રમશું રઢિયાળી આખી રાત રાજ...
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...
પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે...
પળમાં જો જો ના તૂટી જાય રાજ,
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...

(શબ્દો - વીકીસ્ત્રોત)

No comments:

Post a Comment