સાવ સરળ લાગતી ઘટના પરથી ર.પા.એ કેટલી સુંદર કવિતા કરી દીધી. પતંગિયું ખભા પર બેસવાની ક્રિયા, આપણને સામાન્ય લાગે. પણ ર.પા. એટલે ર.પા. તેમને તો આખા વિશ્વનો ઉમળકો ખભે બેસી ગયો હોય તેમ લાગે છે. તેમની ઉપમાઓ, કલ્પનાઓ અને અભિવ્યક્તિને કારણે, આ સામાન્ય પ્રસંગ પુષ્પની જેમ ખીલી ઉઠ્યો છે.
કવિ - રમેશ પારેખ
સ્વર - બિરેન પુરોહિત
ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
મૂંઝાવું ધાર્યું'તુ, સજ્જ થાવું, શરમાવું,
શું કરું આજ મારી સાથે મારા ગાઢ ગગન
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
પતંગિયું, આ ખભે આવી બેઠું, ઓચિંતુ,
ને મને લાગ્યું, જગતભરના ઉમળકાનું વજન
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
કોઇ અત્તરની શીશી ઢોળી ગયું હો જેમા,
એમ આ રૂમાલ જેવું આજ થઇ ગયું છે ગગન.
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
કવિ - રમેશ પારેખ
સ્વર - બિરેન પુરોહિત
ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
મૂંઝાવું ધાર્યું'તુ, સજ્જ થાવું, શરમાવું,
શું કરું આજ મારી સાથે મારા ગાઢ ગગન
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
પતંગિયું, આ ખભે આવી બેઠું, ઓચિંતુ,
ને મને લાગ્યું, જગતભરના ઉમળકાનું વજન
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
કોઇ અત્તરની શીશી ઢોળી ગયું હો જેમા,
એમ આ રૂમાલ જેવું આજ થઇ ગયું છે ગગન.
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન.
No comments:
Post a Comment