Friday, 28 December 2012

સોનાવાટાકડી જેવું આ કાળજું - પન્ના નાયક


આજે વિદેશીની પન્ના નાયક ૭૯ વર્ષના થયા. પન્ના નાયકના કાવ્યમાં એક પ્રવાહ હોય  છે, લાગણીનું પૂર હોય છે. આ પૂર સામે ભાગ્યે જ તમે ટકી શકો. પન્નાબહેનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે આ ગીત.

કવિ - પન્ના નાયક 'વિદેશીની'
સ્વર - પૌરવી દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા


સોના વાટકડી જેવું આ કાળજું
            ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
           એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
         અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
          મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
             એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણા ની બ્હાર આ રસ્તો પડયો છે
         પણ ચાલવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે છેઃ
            કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

No comments:

Post a Comment