Sunday, 9 December 2012

અમે રે સૂકું રૂંનું પમડૂં - મકરંદ દવે

મને યાદ છે ત્યાં સુધી ધોરણ ૧૨માં આ કવિતા આવતી. જ્યારે નિશાળમાં આ કવિતાનો ગુઢાર્થ સાહેબે અત્યંત રસથી સમજાવ્યો, ત્યારથી આ કવિતાના પ્રેમમાં પડી ગયા છે. ઇશ્વર પાસેથી વધિ કંઇ નહીં, પણ 'આમના આવે' તેટલી જ પ્રાર્થના કરવી છે.

કવિ - મકરંદ દવે
સ્વર - સુરેશ જોશી
સંગીત - અજીત શેઠ





અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

(શબ્દો - લયસ્તરો)

No comments:

Post a Comment