Monday, 10 December 2012

મારે માથે મટુકડીનો ભાર


સ્વર - વિભા દેસાઇ




મારે માથે મટુકડીનો ભાર,
છેલ કરોના છમકલું,
હું તો કેડી માથે એકલડી નાર,
છેલ કરોના છમકલું.

ગામલોક જુએ, જુએ પરબડીનું ચકલું,
જુએ મુને ડુંગરો ને જુએ ને તણખલું.
પાણી ભરવા જાતાં બોલો કેમ ભરું હું ડગલું,
હું તો હારી મારા હૈયાનો હાર...
છેલ કરો ન છમકલું.

જોને મારી ફરી ફરી લોક કરે મશકરી,
શરમના શેરડાથી હું તો જાઉ મરી મરી.
પાછો મારે તું આંખડીયોનો માર.
છેલ કરોના છમકલું,

No comments:

Post a Comment