Wednesday, 23 January 2013

બસ એટલી સમજ - મરીઝ

કવિ - મરીઝ
સ્વર, સંગીત - જગજિતસિંહ




બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.


(શબ્દો - ગુજરાતી કવિતા અને ગઝલ)

No comments:

Post a Comment