Tuesday, 22 January 2013

ઊજળું એટલું દૂધ નથી- અવિનાશ વ્યાસ

કવિ - અવિનાશ વ્યાસ


ઊજળું એટલું દૂધ નથી, ભાઇ
              ઊજળું એટલું દૂધ નથી.

શ્વેત વસ્ત્રોમાં ફરતા સૌએ,
             સજ્જન કેરા સુત નથી.

ભગવા વસ્ત્રો અંગે ધારે,
            સૌ સંન્યાસી અવધૂત નથી.
            ઊજળું એટલું દૂધ નથી.

કાળા એટલાં કૃષ્ણ નથી
ને ગોરી એટલી રાધા નથી.

'ઉપર જુદાં ઃ અંદર જુદાં'
             કહેવત એ કંઇ તૂત નથી.
             ઊજળું એટલું દૂધ નથી.

ઊજળાં છોને બગલાં તો યે
             રાજહંસનાં રૂપ નથી.
             ઊજળું એટલું દૂધ નથી


No comments:

Post a Comment