Monday, 21 January 2013

નયન જોયા પછી મારી નજર -

કવિ -
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય





નયન જોયા પછી મારી નજર પાછી નથી ફરતી,
અને જોયા પછી તમને, મને પણ કળ નથી વળતી.

નદીની જેમ વ્યાકુળ આજ તમને ભેટવા કાજે,
મળી બેફામ સમંદર ખાસને શાંતિ નથી મળતી.

દર્દની લાગણીમાં રાખશો આ મૌન ક્યાં સુધી?,
રહેવા દો એ અશ્રુઓ એની હેલી નથી બનતી.

મળી જે જિંદગી તેનો હવે ચાલો લઇ લ્હાવો,
નહીં તો આપશે પાછી ઘણી ચડતી ઘણી પડતી.



No comments:

Post a Comment