Wednesday, 30 January 2013

હરિ હળવે હળવે હંકારે - અવિનાશ વ્યાસ

ફિલ્મ - લીલુડી ધરતી
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર- પ્રફુલ્લ દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ




હરિ હળવે હળવે હંકારે,
મારૂં ગાડું ભરેલ ભારી,
મેં તો લગામ દીધી હાથ હરિને,
હરિ ચાહે તો પાર ઉતારે.

કાયા કોઠીમાં કુડાકરકટ ખાખ ભરેલા છે
કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ભરેલા છે
કંઈક કંકર કુસુમ કાંટો ને કોઈનું પાપ પુકારે

દેવની ડેલી દૂર નથી કંઈક કરની કરેલ કહી દે છે
વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો પીંડને કાજે દઈ દેજે
સતના જેવી મુડી નથી કંઈ આવી તારી સાથે



No comments:

Post a Comment