Tuesday, 29 January 2013

કેમ રે વિસારી - અવિનાશ વ્યાસ

કવિ  - અવિનાશ વ્યાસ
સ્વર - આરતી મુન્શી


કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…

વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી

નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી

તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી

કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…

(શબ્દો - લોકસાહિત્ય)

No comments:

Post a Comment