Saturday, 2 February 2013

સજન મારી પ્રીતડી

ગુજરાતી સંગીતનું આ અમર ગીત, સુમન કલ્યાણપુરના અવાજમાં. ફિલ્મનો મૂળ વિડીયો અત્રે મુકેલ છે. ફક્ત એટલું જ કહીશ, આવા ગીતો ક્યારેક જ રચાય છે.

ફિલ્મ - જિગર અને અમી
સ્વર - સુમન કલ્યાણપુર

(પ્રેમભર્યુ)


(વેદનાભર્યુ)


સાજણ મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાયે, પ્રણય કહાણી.

તમે મારા મનના મોહન જગથી દુલારા,
એક રે આતમને જુદાં રચ્યા રે કિનારા,
સુખોમાં તમારા મારી સીમા રે સમાણી.

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં,
પલપલ ભીંજાવું તમને પ્રીતડીના રંગમાં,
ભવોભવ મળીને કરીયે ઉરની ઉજાણી.

જિગર ને અમીની આતો રજની સુહાની,
મળી રે જાણે સાર્સની જોડલી સુભાગી,
છાયારૂપે નયનને પીંજરે પુરાણી.

No comments:

Post a Comment