Thursday, 7 March 2013

આજે સવારમાં બોલ્યોતો કાગડો - મૂળશંકર વ્યાસ

કવિ - મૂળશંકર વ્યાસ
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા




આજે સવારમાં બોલ્યોતો કાગડો,
આવશે મે'માન કોઇ દેતો'તો વાવડો
ફરક્યું'તું ડાબુ મારું અંગ રે,
ઘરમાં હું તો એકલી.

માતાપિતા તો ગ્યા'તાં ખેતરને વાડમાં,
બેનીને ભાઇ ગ્યા'તાં ભણવા નિશાળમાં,
મારા પગમાં મેંદીનો ચઢ્યો રંગ રે...
ઘરમાં હું તો એકલી.

તેડવાને આવ્યો આજ નણંદીનો વીરલો,
લીમડાની હેઠે ઢાળ્યો ફળિયામાં ખાટલો,
ઘૂમટો તાણીને પાણિ લાવતા મેં માપિયો,
ત્રાંસી નજર કરી નાવલીયો ઝાંખિયો,
મારા હૈયામાં પ્રેમના તરંગ રે,
ઘરમાં હું તો એકલી.

No comments:

Post a Comment