Sunday, 14 April 2013

એક મનિષા - ડૉ. બહેચરભાઇ પટેલ

એક સરસ રચના. કવિની કલ્પનાઓ અત્યંત સુંદર છે.

કવિ - ડો. બહેચરભાઇ પટેલ
સ્વર, સંગીત - અનંત વ્યાસ



એક મનિષા મૂજને હું વહેંચાઇ સહુમાં જાઉ,
એક મટીને અનેક એવાનો પણ હું થઇ જાઉં.

હું જગમાં વ્યાપ્યા જલધિનો કો જલકણ થઇ જાઉ,
સહુને વ્હાલી વસુંધરાનો કો રજકણ થઇ જાઉ
હું સવિતાનારાયણ કેરું તેજકિરણ થઇ જાઉ,
વસંતના વૈભવની મોહક સુગંધ પણ થઇ જાવ.


હું વાયુમાં ભળી સર્વને ઉર રમતો થઇ જાવું,
બની ભાવના સુંદર સહુની મનગમતો થઇ જાવું,
હું વનમાં વહેતા અનિલ કેરી એક લહેર થઇ જાવું,
કાળ અનંત અનાદિ કેરો એક પ્રહર થઇ જાવું.

હું અંતર અજવાળિ રહેતો કો' પ્રકાશ થઇ જાવું,
કંઇક તલસતા હૈયા કેરી મધુર આશ થઇ જાવું,
હું સહુને ઘેરી રહેતો આ નભ સિંધુ થઇ જાવું,
વિશ્વચેતનાનો સાગરને કો બિંદુ થઇ જાવું.

No comments:

Post a Comment