Monday, 15 April 2013

કહો નાચતી ઝૂમતી - જલન માતરી

કવિ - જલન માતરી
સ્વર, સંગીત - આસિત દેસાઇ




કહો નાચતી ઝૂમતી ક્યાં જતે,
સમંદર ન હો તે નદી ક્યાં જતે?

ન હો તે મળી રાત રાહત ભરી,
કહો આથમીને રવિ ક્યાં જતે?

અમસ્તો ઓ સંતો વિચારો જરી,
ન હોતે અમે દિલ્લગી ક્યાં જતે?

બધા જીવ હો તે યદિ પાક તો,
બદી નું થતે શું? બદી ક્યાં જતે?

ન હો તે સમંદર સરોવર નદી,
‘જલન’ ડૂબવા નાવડી ક્યાં જતે?

(શબ્દો - મા ગુર્જરી)

No comments:

Post a Comment