Thursday, 11 April 2013

ગરબો ગુજરાતની ગરવી મિરાત છે - નરેન્દ્ર મોદી

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે માણીયે આ ગીત.

કવિ - નરેન્દ્ર મોદી
સ્વર - દેવાંગ પટેલ,ઐશ્વર્યા, મુસા પૈંક, હેમંત ચૌહાણ,શ્રુતિ પાઠક,પ્રિતિ-પીંકી



ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે. 
ઘૂમે તેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે. 

સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો 
વાંસળી છે ગરબો ને મોરપીંછ ગરબો
સૂર્યચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

આમતિયે ગરબો ને સહમતિયે ગરબો
વીરનોય ગરબો, અમીરનોય ગરબો. 
દિવસ પણ ગરબો ને રાત પણ ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે. 

સતી છે ગરબો ને ગતી છે ગરબો.
ગરબો નારીની ફૂલની બિછાત છે.
સત છે ગરબો ને અક્ષત છે ગરબો
ગરબો માતાજીનું કંકુ રળિયાત છે.


No comments:

Post a Comment