Wednesday, 10 April 2013

પૂછ એને કે જે - મનોજ ખંડેરિયા

કવિ - મનોજ ખંડેરીયા
સ્વર, સંગીત - શ્યામલ-સૌમિલ




સ્વર, સંગીત - આસિત દેસાઇ



પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે.

આંખમાં કીકી જેમ તું સાચવ,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.

સત્યને કોણ ધારે એ જોયા કર,
એ કાં સુદર્શન છે ને કાં અડાયું છે.

આપણો દેશ છે દશાનનનો,
આપણો માહ્યલો જટાયુ છે.

કોઇનું ક્યાં થયું કે તારું થાય,
આ શાહીનું ટીપું તો પરાયું છે.

તારે માટે ગઝલ મનોરંજન,
મારે માટે તો પ્રાણવાયુ છે.

(શબ્દો - ગુર્જર કાવ્યધારા)

No comments:

Post a Comment