એક સરસ જૂનું ગુજરાતી પ્રણયગીત. ખુબ જ સુંદર.
કવિ -???
રસિયા રે, તારી પાઘલડીને છેડે,
મારું મન મોહ્યું રે
રસિયા રે, તારી આંખલડીને નેડે,
આંખ્યુના વાદળમાં જાણે શ્રાવણીયાની વીજ રે,
ગરજે પણ વરસ્યોના વરસે એવી ચડતી ખીજ રે.
રસિયા રે, તારી બંધ કટારી કેડે,
હૈયું મેં તો ખોયું રે.
ડગ ભરે તો જાણે ડુંગરિયો ડોલ્યો,
બોલો બોલો મોરલીયો બોલ્યો,
રસિયા રે, હું તો પાણી ભરતાં બેડે,
મુખ તારું જોયું મેં.
કવિ -???
રસિયા રે, તારી પાઘલડીને છેડે,
મારું મન મોહ્યું રે
રસિયા રે, તારી આંખલડીને નેડે,
મારું મન મોહ્યું રે
આંખ્યુના વાદળમાં જાણે શ્રાવણીયાની વીજ રે,
ગરજે પણ વરસ્યોના વરસે એવી ચડતી ખીજ રે.
રસિયા રે, તારી બંધ કટારી કેડે,
હૈયું મેં તો ખોયું રે.
ડગ ભરે તો જાણે ડુંગરિયો ડોલ્યો,
બોલો બોલો મોરલીયો બોલ્યો,
રસિયા રે, હું તો પાણી ભરતાં બેડે,
મુખ તારું જોયું મેં.
No comments:
Post a Comment