Wednesday, 22 May 2013

મમ્મી, ચાંદો ખવાય - બાળગીત

હનુમાનજી સૂરજને ફળ માનીને ખાવા માટે કૂદી પડ્યા હતા, એ વાત બહુ જાણીતી છે. આવી જ એક બાળકલ્પનાનું ગીત માણીએ.

બાળગીત


ચકચક ખીસકોલી મમ્મીને પૂછે,
મમ્મી આ ચાંદો ખવાય...
મમ્મી કહે કે પહેલા પપ્પાને પૂછ,
એના ઝાડ પર કેમનું જવાય...

પપ્પા કહે કે છેક એક ઊંચા આકાશમાં,
આવ્યું છે ચાંદાનું ઝાડ,
જમીનથી દેખાતો ચાંદનીનો ક્યારો
ને ટમટમતી તારાની બાગ...
અઘરા તે રેસમાં કૂદકો મારું, તે
તરત જ ત્યાં પહોંચી જવાય..

મમ્મી કહે કે સાવ ગપ્પા શું મારો છો,
ચકચક તો બાળક કહેવાય
સાંભળેલી વાત  બધી સાચી માનીને
જોજો એ કૂદી ન જાય...
કોરીકટ માટીમાં લીટા નહોય,
એમાં તો એકડો ઘૂંટાય...

સાંભળીને વાત એક લીમડાની ડાળ કહે,
ખૂબ જ પાકી છે લીંબોળી.
પૉનમને દાહ્ડે આ ચકચકને મોકલજો,
ખવડાઇશ ચાંદનીમાં બોળી.
ચાંદામામાની વાતો મધમીઠીને
એના તો ગીતો ગવાય...

No comments:

Post a Comment