Monday, 20 May 2013

ઓ હોડીવાળા વીરા - રમેશ ગુપ્તા

કવિ, સંગીત - રમેશ ગુપ્તા
સ્વર - રાજકુમારી




ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર,
મારે જાવું પેલે પાર, પિયાને મળવા.

દરિયો તોફાને ચઢ્યો, વળી અલગારી રાત,
પ્રીતમજી મળશે નહીં જો થાશે પરભાત.
આજ વિદેશે જાય મારા હૈયાનો હાર..

મારે જાવું પેલે પાર, પિયાને મળવા.

પ્રીતમ જો મળશે નહીં તો થાશે કાળો કેર,
વીજોગણનું જીવન થાશે વીરલા ઝેર.
એની એંધાણી વીણ રહેશે, મારો સુનો રે સંસાર,
મારે જાવું પેલે પાર, પિયાને મળવા.

હોડી વેગે હાંક તું વ્હાલો કરશે વ્હાલ,
બેની કરગરે નહીં ભૂલું ઉપકાર,


No comments:

Post a Comment