Friday, 17 May 2013

મેં તો ઓઢણાં મંગાવ્યાં - હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - કૌમુદી મુન્શી
સંગીત - દિલીપ ધોળકીયા




મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ.

નેહથી મેં ઝાઝી વાત માંડી
તો વળતામાં આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલ મેં જઈ દીધાં,
વ્હાલાએ એક ફોરમનો પ્યાલો પાઈ પીધો;

લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના સ્મિતમાં સો વાત થૈ કબૂલ.

સપનું મેં રાતભરી જોયું
ને એણે એક મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી'તી,
એણે લીધું હાથમાં સુકાન, બેડો પાર;

એક રે સિતારો મેં માગ્યો'તો,
 આપ્યું એણે આખું આકાશ આ અમૂલ.

No comments:

Post a Comment