Thursday, 16 May 2013

પરણ્યાં એટલે પ્યારાં લાડી - લગ્નગીત

લગ્નસરામાં એક સુંદર ગુજરાતી લગ્નગીત.


લગ્નગીત






પરણ્યાં એટલે પ્યારાં લાડી,ચાલો આપણે ઘેર રે.
ઉભા રહો તો માગું મારા દાદા સીખ રે.
હવે કેવી સીખ રે લાડી,હવે કેવાં બોલ રે…

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારી માતા પાસે સીખ રે,
હવે કેવી સીખ રે લાડી હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઢોલીડાં ઢબુક્યા રે લાડી ચડી બેસો ગાડે રે.

(શબ્દો - જીવનસંધ્યાનો ઉજાસ)

No comments:

Post a Comment