Tuesday, 31 August 2010

મારો મામો મેહાણાનો - અવિનાશ વ્યાસ

ફિલ્મ - સંતુ રંગીલી
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે



મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી,
કોઇ લઇ લો મારો ગજરો, હું ફૂલોની શાહજાદી.

હો.ઓ...
ઓ ચંપકભાઇ,અરે ઓ મોહનભાઇ
આ ગજરાબાઇને ગજરો પહેરવા ગજરો જાવ લઇ
અરે ઓ કાંતિભાઇ,ઓ શાંતિભાઇ,
આ પાલનપુરનો ચંપો છેક મહેંકે છે મુંબઇ
બળ્યો આ ખાડીયાની છોકરીઓ તો દાદાની પણ દાદી
કોઇ લઇ લો મારો ગજરો, હું ફૂલોની શાહજાદી.

ઓ વાંકી ટોપીવાળા તમે લાગો સૂરતીલાલા,
ઓ લૂંગીવાળા બૂન ,શું હેંડ્યા થઇ લટકાળા,
મારો ગુલાબ કેરો ગોટો, જેનો જેનો મળે ના જોટો
અરે માલ મજાનો એક જ આનો,
અમથા સહુ અમદાવાદીને કહેતા હરામજાદી()

આ બારાનામાં બોરસલ્લીને ચંપાના ચાર આના,
ઓલ્યાં કેમ સિસોટી મારી, મારી નાખીશ તારી માના,
આ લ્યો રાતરાણિ જેની બેની હોય માંદી
કોઇ લઇ લો મારો ગજરો, હું ફૂલોની શાહજાદી.

1 comment:

  1. bahu maja avi gayi.....aa planpur no choko che..ha ha ha

    Aa khadiya ni chokario to dada ni pan dadi..

    gamyu.

    lakhta rehjo

    ReplyDelete