Friday, 8 July 2011

આજ ઝરે ઘનશ્યામ બુંદ થઇ - મહેશ સોલંકી

આખરે અમદાવાદમાં દેવેન્દ્રની મહેર થઇ. ખુબ જ લાંબી પ્રતિક્ષા પછી કાલે રાતે મેઘ મન મૂકીને વરસ્યો. આવી રીતે સતત વરસતો રહે તેવી પ્રાર્થના. આ સુંદર વર્ષાગીત માણીયે. 

કવિ - મહેશ સોલંકી 'બેનામ'
સ્વર - હસમુખ પાટડીયા
સંગીત - ???




આજ ઝરે ઘનશ્યામ બુંદ થઇ,
આજ ઝરે ઘનશ્યામ,
ઝરમર ઝરમર સૂર વહાવી,
આજ ઝરે ઘનશ્યામ.

શ્યામલ ઘન નભ વીજળી ચમકે,
પુલક પુલક તન ઉર આ છલકે
મધુર મુરલીયા સૂર રેલાવી,
આજ ઝરે ઘનશ્યામ.

બપૈયા પીહુ પીહુ બોલે કુંજનમાં,
ચાતક ચાંચ પ્રસારે ગગનમાં,
મયૂરા નાચે પંખ સજાવી
આજ ઝરે ઘનશ્યામ.

No comments:

Post a Comment