Thursday, 7 July 2011

મારી હથેળીમાં ડૂબી ગયો દરિયો - હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ - હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વર - વિરાજ - બિજલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય




મારી હથેળીમાં ડૂબી ગયો દરિયો
ને તરી ગયાં છે બધા વહાણ.
પાણીની છાલકો એવી વાગી કે
સપનાં થયા છે લોહીઝાણ.

મારી તે આંખમાં સૂતેલો સૂરજ પણ,
મધરાતે એકદમ જાગ્યો,
દરિયામાં માછલીયે ડૂબી ગઇ ને પછી
પાણીને શાપ તેને લાગ્યો.
નદીને કાંઠે ઓલ્યાં બાવળની છાંય તળે
રડી રહ્યો છે એક પહાણ,

પંખએ ડાળ સાથે માથું પટક્યુંને પાછા,
ડાળીએ દઇ દીધાં ઇંડાં,
વેદનાના આકાશે સમડી ઊડી ને ભઇ
કરે છે ગોળ ગોળ મીંડાં,
નદીને કો'કનો લાગ્યો છે શાપ કે,
એ પાણીના નામથી અજાણ.

No comments:

Post a Comment