Sunday, 10 July 2011

મારા જખમ ને દર્દમાં - બેફામ

કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર -આસિત દેસાઇ





મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે


(શબ્દો - ગુજરાતી ગઝલ)

No comments:

Post a Comment