Tuesday, 11 December 2012

હવે પાંપણોમાં અદાલત ભરાશે - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય




હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

મને આ નગરમાં નિરાધાર છોડી,
-ને રસ્તા બધા કોની પાછળ ગયા છે.

છે, આકાશમાં છે ને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણાં છે.

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.

મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.

ગઝલ હું લખું છું અને આજુબાજુ,
બધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે.

(શબ્દો - ગુંજારવ)

No comments:

Post a Comment