Wednesday, 12 December 2012

સાહ્યબો મારો ગુલાબનો છોડ - 'રસકવિ' રઘુનાથ બ્રહ્મભટ્ટ

આજે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતિથિ છે. ગુજરાતી રંગભૂમીને પોતાના કવિતાના રસથી તરબોર કરનાર રસકવિને ખૂબખૂબ શ્રદ્ધાંજલી. માણિયે આ ગીત.

કવિ - 'રસકવિ' રધુનાથ બ્રહ્મભટ્ટ
સ્વર - આસિત દેસાઇ, હેમા દેસાઇ




સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.
રંગમાં ભીંજી ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.

સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
પાંખો જેવી પતંગની,
મંજરી જેવી વસંતની,
ઓઢણી ઓઢી ઉમંગની.

No comments:

Post a Comment