Saturday, 6 April 2013

લૂ જરી તું - ઉમાશંકર જોશી

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - હિમાલી વ્યાસ
સંગીત - અમર ભટ્ટ




લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી...


ધખતો એ ધોમ, ધીકે ધરણીની કાયાઃ
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા,
પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં...

(શબ્દો - મુબઇ સમાચાર)

No comments:

Post a Comment