Friday, 5 April 2013

મીરાંબાઇ પાછા ઘેર જાઓ - સંત રોહીદાસ

Source
જ્ઞાન, ભક્તિ અને શ્રદ્ધા એ કોઇ એક જ્ઞાતોનો ઉજારો નથી. ચમાર જ્ઞાતિમાં જન્મેલા રોહિદાસ મીરાંબાઇને ભક્તિનો માર્ગ બતાવે છે. મીરાંબાઇ રોહિદાસને ગુરૂપદે સ્થાપે છે અને ભક્તિના માર્ગે ઘરબાસ છોડી નીકળિ ચાલે છે. આવે સમયે મીરાંબાઇને પાછા ફરવા વિનંતી કરતું એક ભજન.




કવિ - સંત રોહીદાસ
સ્વર - કરસન સાગઠીયા



તમે મારા મનના માનેલ શાલીગ્રામ,
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...

મીરાંબાઇ તમે રે રાજાની જોને કુંવરી,
રોહીદાસ જાતીના રે ચમાર...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...

મીરાંબાઇ મેવાડના લોક મારશે,
રોષે ભરાસે રાણો રાય...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...

મીરાંબાઇ લોકો રે તમારી જોને નીંદા કરે,
પાપીને પો'ગે મારો ભગવાન...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...

મીરાંબાઇ રામાનંદ ચરણે રોહીદાસ બોલ્યા,
મીરાંબાઇ તમે હેતે ભજો ભગવાન...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...

No comments:

Post a Comment