આખીએ રાત તને કહેવાની વાત - હર્ષદ ચંદરાણા
કવિ - હર્ષદ ચંદરાણા
સ્વર - સંજય ઓઝા
સંગીત માલવ દીવેટીયા
આખીયે રાત તને કહેવાની વાત
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચસાત ટીપાં.
હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ,
છોડી હું દેત અને ફળીયાની ડાળનાં માળામાં,
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી,
મૂકી હું દેત એને સત્તરમાં ઓરડે તાળામાં.
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી,
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ સાત ટીપાં.
પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ,
સૂરજનું ખુંપ્યું તો ફૂટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાને સ્પર્શ્યું ત્યાં,
ટીપામાં પડી ગયા જળના ય કારમાં તોટા.
મારાં બોલ્યાનો નાદ તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા.
સ્વર - સંજય ઓઝા
સંગીત માલવ દીવેટીયા
આખીયે રાત તને કહેવાની વાત
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચસાત ટીપાં.
હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ,
છોડી હું દેત અને ફળીયાની ડાળનાં માળામાં,
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી,
મૂકી હું દેત એને સત્તરમાં ઓરડે તાળામાં.
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી,
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ સાત ટીપાં.
પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ,
સૂરજનું ખુંપ્યું તો ફૂટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાને સ્પર્શ્યું ત્યાં,
ટીપામાં પડી ગયા જળના ય કારમાં તોટા.
મારાં બોલ્યાનો નાદ તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા.
0 પ્રત્યાઘાતો:
Post a Comment