Showing posts with label કૃષ્ણગીત. Show all posts
Showing posts with label કૃષ્ણગીત. Show all posts

Monday, 27 May 2013

વૃંદાવન ઘાટ સખી - નીનુ મઝુમદાર

નીનુ મઝુમદારે આપણને અનેક સુંદર ગીતો આપ્યા. એવું જ એક સરસ ગીત. આ સાંભળ્યા પછી વૃંદાવનમાં જરૂર ભૂલા પડી જશે.

કવિ, સંગીત - નીનુ મઝુમદાર
સ્વર - ઉપાંગના પંડ્યા

Read more...

Tuesday, 19 March 2013

બોલે ઝીણા મોર - મીરાંબાઇ

સાચો પ્રેમ હોય તો એમાં ગાજવીજ ન હોય. પ્રેમ એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. બે વ્યકિત વરચેની અંગત વાત છે. એને જાહેર કરો એટલે એમાં દર્શન કરતાં પ્રદર્શનનું તત્ત્વ વધારે આવે. પ્રેમને દેખાડાની જરૂર નથી. મીરાં એકમાત્ર કવયિત્રી એવી છે કે એ પ્રેમની ગાજવીજ સાથે વાત કરે તો પણ એની સૂક્ષ્મતા હણાતી નથી અને ગાજવીજ વિના વાત કરે ત્યારે પણ એની સૂક્ષ્મતા વાદળ વરચે કયારેક વીજળી દેખાય એમ પ્રગટ થઈને પાછી સંતાઈ જાય છે

માણસનું અંગેઅંગ બોલી ઉઠતું હોય એ રીતે જાણે કે આખુંયે અસ્તિત્વ વિવિધ સ્વરમાં સંવાદ સાધે છે. મોર, બપૈયા અને કોયલના સ્વરનું વૃંદાવન સર્જાય છે. ઘનઘોર વાતાવરણ છે. માઝમ રાત છે. કાનને તો તૃપ્તિ થાય. એની સામગ્રી પ્રારંભમાં છે પણ આ અંધકારને ચીરતી ભલી વીજળી પણ ચમકી ઉઠે છે. કશુંયે ધોધમાર નથી. વરસાદ પણ ઝરમર વરસે છે. મેહુલા પાસે પણ વરસવાની કળા છે. એ કયો મેહુલો વરસે છે એ ખોલીને સમજાવવાની જરૂર નથી. આખો સાળુ નહીં, પણ સાળુડાની કોર ભીની થાય છે.


આ ગીત ઐશ્વર્યાના અવાજમાં ફરીથી.

કવયિત્રી - મીરાંબાઇ
સ્વર - ઐશ્વર્યા

Read more...

Tuesday, 29 January 2013

કેમ રે વિસારી - અવિનાશ વ્યાસ

કવિ  - અવિનાશ વ્યાસ
સ્વર - આરતી મુન્શી

Read more...

Friday, 18 January 2013

એકવાર શ્યામ તારી - મહેશ શાહ

આજે જાણીતા ગાયીકા હંસા દવેનો જન્મદિવસ છે. જન્મદિવસની શુભકામનાઓ સાથે માણીયે આ ગીત.

કવિ - મહેશ શાહ
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Monday, 10 December 2012

મારે માથે મટુકડીનો ભાર


સ્વર - વિભા દેસાઇ

Read more...

Friday, 30 November 2012

દ્વારિકાની દુનિયામાં - મહેશ શાહ

કવિ - મહેશ શાહ
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Wednesday, 21 November 2012

જસુમતિગોદ કનૈયા - ભજન

સ્વર - હસમુખ પાટડીયા

Read more...

Monday, 19 November 2012

કાનુડા તારી મોરલી - ગીત

ગીત
સ્વર, સંગીત - ???

Read more...

Tuesday, 13 November 2012

છલ છલ છલ ઓરે જમુનાના જલ - જયંત પલાણ

આપ સહુને દિવાળીની હાર્દિક શુભેચ્છા. વિતેલા વર્ષોના સરવૈયામાં શુભની વૃદ્ધિ થાય, અશુભનો ક્ષય થાય, ખુશીઓના સરવાળા થાય અને દુઃખની બાદબાલી થાય તેવી હરિને પ્રાર્થના.

સ્વર - વીરાજ-બિજલ
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Wednesday, 7 November 2012

જશોદા મને ગમતો કાનૂડો રૂપાળો - ભજન

સ્વર - પ્રફુલ્લ દવે

Read more...

Saturday, 3 November 2012

મેરે તો ગિરિધર ગોપાલ - મીરાંબાઇ

કવિ - મીરાંબાઇ
સ્વર - વાણી જયરામ, દિનકર કૈંકણી
સંગીત - પંડિત રવીશંકર

Read more...

Thursday, 4 October 2012

દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો - ભજન

સ્વર - ???

Read more...

Friday, 21 September 2012

ગઢને હોંકારો તો કાંગરાય દેશે - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
સ્વર - ???
સંગીત - ???

Read more...

Thursday, 30 August 2012

મેં તો ગિરિધર કે ઘર - મીરાંબાઇ

મીરાંબાઇ
સ્વર - જ્યુથિકા રોય

Read more...

Monday, 20 August 2012

હો રંગ રસિયા - અવિનાશ વ્યાસ

લાડીલા લોકગાયક હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે તેમને સ્વરાંજલિ અર્પિયે આ ગીત દ્વારા.

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - હેમુ ગઢવી

Read more...

Sunday, 12 August 2012

આજ રિસાઇ અકારણ રાધા - સુરેશ દલાલ

સુરેશ દલાલનું અવસાન  ઓચિંતુ અને આઘાતજનક છે. હજી હમણાં તો શુક્રવારની સવારે ચિત્રલેખામાં તેમની ઝલક માણી હતી. સુ.દ. કવિ તરીકે અત્યંત કોમળ અને વિવેચક તરીકે એટલા જ સખત. દર શુક્રવારની સવાર તેમની ઝલકથી જ પડતી. અનેકાવિધ વિષયો પર વિવિઘ કવિતાઓનું વાંચન, વિવેચન અને આચમન તેમના દ્વારા જ પ્રાપ્ત થયું. 

સુ.દ.નું ગદ્ય કોઇ કવિતાથી ઓછું ન હોતું. ઝેન અને ઓશોનો પરિચય કરાવનાર તેઓ જ. તત્વજ્ઞાન જેવા અઘરાં વિષયોને પણ સરળતાથી તેમણે પીરસ્યા છે. ઝેન વિશેની જિજ્ઞાસા તેમણે જ જાગૃત કરી. વિવેચનમાં તેમનાં મંતવ્યો કાયમ ધારદાર રહેતા, પણ એ મંતવ્યોની ધાર કદી મનમાં નહોતી વાગતી. શીરો ખાતા હોય તેટલી સહજતાથી તેમનું મંતવ્ય માનવાનું મન થતું.

સુ.દ.નું શ્રેષ્ઠ પાસું એટલે તેમના કૃષ્ણગીત. કૃષ્ણને આંખ સામે જોતા હોય તેટલી સરળતાથી કૃષ્ણને તેમણે ચિતર્યા છે. ર.પા. અને સુ.દ. બન્ન્નેએ કૃષ્ણને ગુજરાતી કવિતાઓમાં પોરવ્યાં છે. પણ ર.પા.ના ગીતોમાં મીરાબાઇ જેવો પ્રેમલક્ષ્ણા ભાવ છે, જ્યારે સુ.દ. નરસૈયાની જેમ હરિને ભજે છે. ક્યાંક વ્રજની ગોપી જેવો તલસાટ છે, રાધાનો પ્રેમ છે, તો કુરુક્ષેત્રના સારથીનું ભગવદજ્ઞાન પણ કવિતામાં ડોકાય છે. કૃષ્ણને આત્મસાત કર્યા છે, અથવા તો કહેવાય કે તેમની કવિતા કૃષ્ણસાત છે. હવે રાધાનું નામ વાંસળીના સૂરમાં નહીં રેલાય કારણ કે તેનો કવિ આજે મોરપીંછની રજાઇ ઓઢી ચિરનિંદ્રામાં સુઇ ગયેલ છે. સુ.દ.ને અલવિદા ન કહેવાય. એતો તેમના કાનજી પાસે પહોંચવાની યાત્રાએ છે. આ યાત્રાની સફળતા માટે સુ.દ.ને ખુબ ખુબ શુભેચ્છા.

કવિ - સુરેશ દલાલ
સ્વર - સરોજ ગુંદાણી

Read more...

Friday, 10 August 2012

શ્રી કૃષ્ણ શરણં મમઃ - ધૂન

આજે વ્હાલા કાનજીનો જન્મદિવસ છે. આજના દિવસે માણીયે આ ધૂન

સ્વર - આસિત દેસાઇ

Read more...

Saturday, 28 July 2012

સુણ સાહેલી - ભજન

ભજન

Read more...

Friday, 27 July 2012

કૃષ્ણ સુદામાની જોડી - કાંતિ અશોક

કવિ - કાંતિ અશોક
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Friday, 13 July 2012

મેહુલો ગાજે - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP