ભારતનો આજે સ્વાતંત્ર્યદિન છે. તેનાં માહમત્ય વિશે આજે કશી ચર્ચા નથી કરવી કારણકે આપ સહુ એ જાણો જ છો (અને ન જાણતા હોય તો આજનાં છાપાં વાંચી લેજો). આજનાં આ પર્વને અનુલક્ષીને કયું ગીત મુકવું તેના વિશે થોડું સર્ફિંગ કર્યું તો મને આશ્ચર્યની એ વાત જાણવા મળી કે આપણું આ રાષ્ટ્રગીત કોઇ ગુજરાતી બ્લોગ પર ઉપલબ્ધ નથી. એટલું જ નહિ અન્યવેબસાઇટ પર પણ આ ગીત આખું નથી. તમારી જાણ સારું કે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત પાંચ ફકરામાં લખ્યું છે, તેમાંથી ફક્ત પહેલો ફકરો ભારતે પોતાનાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યો છે. આજનાં આપર્વને અનુલક્ષીને વાંચો આ ગીતનાં પુરેપુરા પાંચ ફકરા. હા પણ, કમભાગ્યે ઓડીયો પહેલા ફકરાં પુરતો જ છે.
Read more...