ગણતંત્રદિવસની હાર્દિક શુભકામના.
આજે સાહિત્યના રાજવી કવિ કલાપીની જન્મજયંતી. બહુ નાની ઉંમરે વિદાય લેનારા કલાપીએ ગુજરાતી સાહિત્ય પર પોતાની વિશિષ્ટ છાપ મુકી છે.
જો કે અંગત રીતે મને કવિ કલાપીની એક ઘા, ગ્રામમાતા અને જ્યાં જ્યાં નજર સિવાયની રચનાઓ બહુ ઓછી ગમે છે. મને ખબર નહીં પણ કેમ, કલાપીના કાવ્યમાં વૈવિધ્યનો અભાવ જોવા મળે છે. દરેક કાવ્યમાં ઉદાસિનતા અને ફક્ત ઉદાસિનતા સિવાય બીજો કોઇ ભાવ અનુભવાતો નથી. પણ આ મારો અંગત મત છે. મારા ગમા-અણગમાને કારણે કલાપીમી મહાનતા સહેજપણ ઓછી નથી થતી.
આજનું આ ગીત ઇશ્વરને સંબોધીને લખ્યું છે કે પ્રેમિકાને તેમાં ગુંચવાઇ જવાય તેમ છે. બસ તમે આનંદ માણો.
કવિ - કલાપી
સ્વર - ???
સંગીત - ???
Read more...