સુમતિનાથ ગુણ શું મિલી જી - યશોવિજય
પર્યુષણ મહાપર્વ અનુસંધાને જૈનસાધુ યશોવિજયની આ રચના. જૈનસંપ્રદાયમાં મોટી પ્રતિભા ગણાયેલા આ વિદ્વાન સાધુએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી-હિન્દી વગેરેમાં અનેક નાની-મોટી ગદ્ય-પદ્ય રચનાઓ કરી છે. જેમાં જંબુસ્વામીરાસ' જેવી દીર્ધકૃતિઓ ઉપરાંત 'ચોવીસીઓ' અને ઘણાં પદો-સઝ્ઝાયો વગેરેનો સમાવેશ થાય છે.
આ સ્તવન-પદમાં સુમતિનાથ માટેની વિસ્તરતી પ્રીતિને જલમાં વિસ્તરતા તેલબિંદુની ઉપમા, તથા છુપાવી ન શકે ને મુખર થઇ ઊછળી રહે તેવી પ્રીતિ માટેનાં સદ્રશ્યો- કસ્તુરીની સુગંધ,આંગળિથી મેરૂં ન ઢંકાય વગેરે નોંધપાત્ર છે.