સોમનાથપાટણની પાસેનો ચોરવાડ પ્રદેશ એટલે લીલી નાઘેર. નાગરવેલ અને નારીયેળીના આ પ્રદેશનું નામ નાઘેર પડવા પાછળ વિવિધ મત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે આ પ્રદેશમાં એક વાર શંકર ભગવાને ક્રોધિત થઇ નગ્ન તાંડવ કર્યું હતું. આ 'નગ્ન હર' શબ્દ નાઘેર બન્યો હોય. અને લીલી નાઘેર શબ્દ અહીનિ હરિયાળીને સૂચવે છે. તો બીજા મત મુજબ અહીં નારિયેળી વધુ થાય છે. એટલે પણ આ પ્રદેશ લીલી નાઘેર નામ પડ્યું છે એમ મનાય છે.
એ જે હોય તે, આપણે તો આ લીલી નાઘેર પ્રદેશ જેવું જ સુંદર ગીત સાંભળીયે.
Read more...