Showing posts with label શૈવભજન. Show all posts
Showing posts with label શૈવભજન. Show all posts

Sunday, 10 March 2013

રુદ્રાષ્ટકમ - સંત તુલસીદાસ

આજે મહાશિવરાત્રી છે. માણીયે આ શિવસ્ત્રોત્ર.

સંત તુલસીદાસ
સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 6 August 2012

શિવપંચાક્ષર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય

શ્રાવણ માસના સોમવારે, આ પાવન સ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 23 July 2012

શિવાષ્ટક - આદિ શંકરાચાર્ય

આજે શ્રાવણમાસનો પ્રથમ સોમવાર. માણીયે આ શિવસ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 20 February 2012

સુબહ સુબહ લે શિવ કા નામ

વર્ષો પહેલા દૂરદર્શન પર સવારમાં ભક્તિગીતોનો કાર્યક્રમ આવતો. એ કાર્યક્રમની શરૂઆત આ ભજનથી થતી હતી. આ સુંદર ભજન માણીયે.

સ્વર - ગુલશનકુમાર

Read more...

Monday, 29 August 2011

શિવાષ્ટક


જોત જોતામાં શ્રાવણ માસ પૂરો થઇ ગયો. પણ હજી ભક્તિની મોસમ બાકી છે. પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રી વગેરે પર્વાત્રયી આવવામાં છે. અને પ્રર્વાધિરાજ દીવાળી ને તો કેમ ભૂલાય? અંધશ્રદ્ધા હંમેશ નિંદનીય છે, પણ શ્રદ્ધા હંમેશ વંદનીય છે. શ્રદ્ધાને તર્કના ત્રાજવે તોલવાનું પાપ કદી ન કરાય. બસ તો આજે શ્રાવણમાસના અંતિમ દિવસે અને અંતિમ સોમવારે ભોળાનાથને રીઝવીયે શિવાષ્ટકના પાઠથી.

દસમા ધોરણના સંસ્કૃતમાં આ સ્ત્રોત્રના લગભગ છ મંત્રોનો અભ્યાસ કર્યો હતો. દરેક શ્‍લોકના અંતમાં આવતી પંક્તિ 'શિવં શંકરં શંભુ મીશાનમીડે (શંભૂમ + ઇશાન + ઇડે)' નો અર્થ સમજવા જેવો છે. આ પંક્તિમાં એક રીતે શિવજીના ચાર જુદા જુદા નામોનો ઉલ્લેખ છે, તો બીજી રીતે તેનો મતલબ થાય છે કે 'સઘળાં જીવોનું મંગળ કરનારા શિવને વંદન કરું છું.'

સંસ્કૃત ભાષાની અદભૂત ચમકૃતિ છે આ પંક્તિમાં. સંસ્કૃતનો વધુ પરિચય તાજેતરના સફારીના અંકમાં પણ માણ્યો. તો બસ હવે બે જુદાં જુદાં સ્વરમાં માણીયે આ અષ્ટક.

Read more...

Monday, 8 August 2011

શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત

કવિ - પુષ્પદંત
સ્વર - ???

Read more...

Monday, 1 August 2011

અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ - આદિ શંકરાચાર્ય




કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ સ્તુતિ

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - પંડિત જસરાજ

Read more...

Wednesday, 2 March 2011

હે શંકરા કરું વંદના - શૈવસ્તુતિ

મહાશિવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છા. આજે માણીયે અલ્કા યાજ્ઞિકના સ્વરમાં આ શૈવભજન.

સ્તુતિ
સ્વર - અલ્કા યાજ્ઞિક
સંગીત - ????

Read more...

Thursday, 24 February 2011

તાંડવ નાચે રે શિવ - શૈવભજન

કાલે અભિષેકના એક વાચકે આ ગીતની ફરમાઇશ કરી. શ્રાવણ માસમાં શિવાલયમાં આ ભજન સહુ પ્રથમ વાર સાંભળ્યું હતું. આમ પણ શિવજીનાં તાંડવનૃત્ય મને ખુબ ગમે છે. રાવણ રચિત શિવતાંડવસ્તોત્ર મારું અતિ પ્રિય છે . આ ફરમાઇશનો ફાયદો એ થયો કે નીલામાસીના બ્લોગ 'શિવાલય' પર તાંડવનૃત્ય વિશે સરસ માહિતી મળી ગઇ. નીલામાસીએ તાંડવન્રુત્યની ઉત્તપત્તિથી માંડીને ભારતમાં શૈવમતના પ્રસાર સુધીની બહુ રસપ્રદ વાત કરી છે. આપને માણવી ગમશે.

શૈવભજન

સ્વર - હેમંત ચૌહાણ

Read more...

Monday, 23 August 2010

બ્રહ્મગિરી છે પર્વત સુંદર - શૈવભજન

શ્રાવણમાસના આ સોમવારના દિવસે સાંભળીયે આ શિવભજન.

કવિ - ???/
સ્વર - પ્રીતિ ગજ્જર
સંગીત - ????

Read more...

Wednesday, 11 August 2010

શંભુ ચરણે પડી માંગું - સ્તુતિ



આજથી પવિત્ર શ્રાવણમાસનો શુભારંભ થાય છે. આજના દિવસે સાંભળીયે ભગવાન શિવની આ પ્રખ્યાત પ્રાર્થના.

લોકભજન
સ્વર - ભીખુદાન ગઢવી
સંગીત - ???




શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો ॥૮॥

(Lyrics - બ્લોગોસ્તવ)

Read more...

Friday, 23 July 2010

ઉમા- મહેશ્વર - રામનારાયણ પાઠક 'શેષ'

આજથી જયા-પાર્વતીવ્રતનો પ્રારંભ થાય છે. સારો જીવનસાથી મેળવવા કુંવારિકા જયામાની પૂજા-અર્ચના કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ શિવ-પાર્વતી આદર્શ દાંપત્યનું પ્રતિક ગણાય છે. તો આજે માણીયે શિવ-પાર્વતીનાં દાંપત્યજીવનના પ્રતિક સમા આ કાવ્યને.

Read more...

Friday, 16 July 2010

લિંગાષ્ટકમ - વલ્લભાચાર્યજી

આજે શ્રી વલ્લભાચાર્યજીનાં વૈકુંઠગમનની તિથી છે. આજે સાંભળીયે તેમનાં દ્વારા રચેલ લિંગાષ્ટકને. આ ગીતો દક્ષિણ ભારતીય શૈલીમાં ગવાયેલા છે. ખાસ તો કર્ણાટકી સંગીતની તેની પર છાંટ છે. પણ મને ખાતરી છે કે આ પાઠને સાંભળીને તમારો દિવસ સુધરી જશે.

Read more...

Thursday, 10 June 2010

એક ટીપું બનીને - કમલેશ સોનાવાલા

ગીત - કમલેશ સોનાવાલા
સ્વર - સુદેશ ભોંસલે, નિતીન મુકેશ, સાધના સરગમ
સંગીત - કિશોર દેસાઇ

Read more...

Friday, 12 February 2010

શિવતાંડવસ્ત્રોત્ર - રાવણ

આજે મહશિવરાત્રી છે.આ પ્રસંગે ભગવાન શિવની સ્તુતી શિવતાંડવસ્ત્રોત્ર લઇને આવ્યો છું. શિવતાંડવસ્ત્રોત્રની રચના રાવણે કરી હતી. એક વાર આ સ્ત્રોત્ર સાંભળીયા પછી રાવણની વિદ્વતાથી પ્રભવીત થયા વગર ન રહેવાય. નિશાળમા મારા ગુજરાતીના શિક્ષકે મને કહ્યું હતુ કે જે આ શિવતાંડવસ્ત્રોત્રને શુધ્ધ ઉચ્ચાર સાથે વાંચી શકે છે એને ગુજરાતીના કોઇ પણ શબ્દનાં ઉચ્ચારમાં તકલીફ પડ્તી નથી. તદ્દન સાચી વાત છે.તમે પણ એક વાર બોલ્વાનો પ્રયત્ન કરજો.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP