અત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.
અભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.
સાચો પ્રેમ હોય તો એમાં ગાજવીજ ન હોય. પ્રેમ એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. બે વ્યકિત વરચેની અંગત વાત છે. એને જાહેર કરો એટલે એમાં દર્શન કરતાં પ્રદર્શનનું તત્ત્વ વધારે આવે. પ્રેમને દેખાડાની જરૂર નથી. મીરાં એકમાત્ર કવયિત્રી એવી છે કે એ પ્રેમની ગાજવીજ સાથે વાત કરે તો પણ એની સૂક્ષ્મતા હણાતી નથી અને ગાજવીજ વિના વાત કરે ત્યારે પણ એની સૂક્ષ્મતા વાદળ વરચે કયારેક વીજળી દેખાય એમ પ્રગટ થઈને પાછી સંતાઈ જાય છે
માણસનું અંગેઅંગ બોલી ઉઠતું હોય એ રીતે જાણે કે આખુંયે અસ્તિત્વ વિવિધ સ્વરમાં સંવાદ સાધે છે. મોર, બપૈયા અને કોયલના સ્વરનું વૃંદાવન સર્જાય છે. ઘનઘોર વાતાવરણ છે. માઝમ રાત છે. કાનને તો તૃપ્તિ થાય. એની સામગ્રી પ્રારંભમાં છે પણ આ અંધકારને ચીરતી ભલી વીજળી પણ ચમકી ઉઠે છે. કશુંયે ધોધમાર નથી. વરસાદ પણ ઝરમર વરસે છે. મેહુલા પાસે પણ વરસવાની કળા છે. એ કયો મેહુલો વરસે છે એ ખોલીને સમજાવવાની જરૂર નથી. આખો સાળુ નહીં, પણ સાળુડાની કોર ભીની થાય છે.
No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.