Showing posts with label પ્રાર્થના. Show all posts
Showing posts with label પ્રાર્થના. Show all posts

Thursday, 23 December 2010

દીવડો ઘરો - શાંતિલાલ શાહ

કવિ - શાંતિલાલ શાહ
સ્વર - પ્રહર વોરા
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Saturday, 20 November 2010

હે કરૂણાના કરનારા - ભજન

આજે અચાનક નિશાળમાં થતી વિવિધ પ્રાર્થનાઓ યાદ આવી ગઇ. મને સંગીતનું પહેલું વળગણ લગાવ્યું આ પ્રાર્થનાઓએ. પ્રાથમિકમાં નિર્મળાબેન અને માધ્યમિકમાં જયશ્રીબેનના માર્ગદર્શનમાં જે પ્રાર્થનાઓ રજૂ થતી હતી તેનો સ્વર હજુ આજે પણ કાનમાં ગૂંજે છે. આવી જ એક પ્રાર્થના માણો.

લોકગીત
સ્વર - હસમુખ પાટડીયા
સંગીત - ???

Read more...

Friday, 19 November 2010

હરિને સ્મરીએ તે શુભ ઘડી - ભગવતીકુમાર શર્મા



જીવનના બહુ ઓછા આનંદના પ્રસંગોમાંનો એક તે લગ્ન પ્રસંગ છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના વિજાતીય સંબંધને સમાજની સ્વીકૃતિની મહોર મારવામાં આવે છે ત્યારે એક નવું જીવન, એક નવો વેલો સાકાર થાય છે. હરિને સ્મરીએ કે અંતરની વાણી પ્રગટે તે માટે અભિપ્સા રાખીએ તે આવો પ્રસંગ છે. બ્રહ્મ સંબંધ બાંધવાનો તે પ્રસંગ છે. આ ઘડીએ અંતરમાં રહેલો આપણો સાજન આપણા જીવનમાં નવ ચેતનાનું બીજ રોપે છે. અંતરની વાણીના વેલાની કૂંપળો ફૂટે તેવી ઘડીને કવિ અહીં લગ્નમાંગલ્ય જેવી ઘડી ગણે છે.

લગ્નગીતના ઢાળમાં સોલી કાપડીયાના મધુર સ્વરે ગવાયેલું આ ગીત ( સ્તુતિ? ) આપણને આવા પ્રસંગના માહોલમાં ખેંચી જાય છે.’મંગળ વેળા’ અને ‘મંગળ ફેરા’ વચ્ચેનું મધુર સામ્ય તરત કાન પર ચઢી જાય છે. વજ્જર સાંકળો, ચન્દન મ્હોર્યા, મહુરત, ટીપણું, પદ્મ અંકિત પગલી, વ્હાલોજી આવ્યાની વધામણી આ બધા લગ્ન સમયના પ્રતીકો કવિએ કેવા સરસ સાયુજ્યમાં વાપર્યા છે?

જ્યારે આપણે કોઇ સ્તુતિ ગાઇએ ત્યારે આવો માંગલ્ય-ભાવ પ્રગટે તો તે સ્તુતિ કહેવાય, નહીં તો વ્યર્થ પ્રલાપ.

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયા

Read more...

Wednesday, 11 August 2010

શંભુ ચરણે પડી માંગું - સ્તુતિ



આજથી પવિત્ર શ્રાવણમાસનો શુભારંભ થાય છે. આજના દિવસે સાંભળીયે ભગવાન શિવની આ પ્રખ્યાત પ્રાર્થના.

લોકભજન
સ્વર - ભીખુદાન ગઢવી
સંગીત - ???




શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો ॥૮॥

(Lyrics - બ્લોગોસ્તવ)

Read more...

Wednesday, 16 June 2010

ભજન કરે તે જીતે - મકરંદ દવે

કવિ - મકરંદ દવે
સ્વર, સંગીત - અમર ભટ્ટ

Read more...

Thursday, 11 February 2010

ૐ તત્સત શ્રીનારાયણ તું - સ્તુતિ

મને બહુ જ ગમતી આ પ્રાર્થના છે. જ્યારે જ્યારે સાંભળું છું ત્યારે મને શ્રી દુર્ગા વિધ્યાલય, મારી નિશાળનાં દિવસો યાદ આવી જા છે. આશા છે તમને પણ ગમશે.

Read more...

Tuesday, 9 February 2010

ઓ ઇશ્વર ભજીએ તને - બાળગીત

આજે બે ગીતોનો આન્ંદ માણો.ફરી એક બાળગીત લઇને આવ્યો છું.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP