Showing posts with label શંકરાચાર્ય. Show all posts
Showing posts with label શંકરાચાર્ય. Show all posts
Friday, 12 April 2013
Monday, 6 August 2012
શિવપંચાક્ષર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય
શીર્ષક:
પંડિત જસરાજ,
શંકરાચાર્ય,
શૈવભજન,
સંસ્કૃત,
સ્તુતિ
Monday, 4 July 2011
Thursday, 10 February 2011
નર્મદાષ્ટક - આદિ શંકરાચાર્ય
આજે આપણા ગુજરાતની લોકમાતા નર્મદાનો પ્રાગટ્ય દિવસ છે. પુરાણો મુજબ મહા સુદ સાતમના દિવસે ભગવાન શંકરે પોતાના આશીર્વાદ દ્વારા નર્મદા નદીનું પ્રાગટ્ય કર્યું. આપણી સંસ્કૃતિ મુજબ યમુનામાં સ્નાન કરવાથી, જ્યારે ગંગાના આચમન દ્વારા પાપમુક્ત થવાય છે. પણ નર્મદાના તો દર્શનથી જ સઘળાં પાપોનો નાશ થાય છે. વિશ્વમાં કદાચ નર્મદા એકલી નદી છે જેની પરિકમ્મા કરવામા આવે છે. તેને અત્યંત પુણ્યશાળી મનાય છે.
પુણ્ય તો ખબર નહીં, પણ નાનપણમાં અમૃતલાલ વેગડ અને બીજા કેટલાક લેખકોની કલમે નર્મદાની પરિકમ્મા (કે પરિક્રમા)નું અદભુત વર્ણન વાંચ્યું છે. નર્મદાના કિનારા પર જાણે તેમની જોડે રખડ્યાં છે. મનમાં ઊંડે ઊંડે તેની પરિક્રમા કરવાની પણ ખુબ ઇચ્છા છે. પ્રકૃતિ સાથે આટલો સરસ સાક્ષાત્કાર કરવાની તક ક્યારે મળશે ખબર નહીં. હા પણ નર્મદાની સતત નહીં પરંતુ કલીક પરિક્રમા કરવાનો તો મનસુબો છે. આ પરિક્રમામાં સતત નર્મદાની પરિક્રમા નથી કરાતી, પણ દર વર્ષે સગવડ મુજબ યાત્રી થોડા કિલોમિટરની પરિક્રમા કરે છે અને પછીના વર્ષે આ યાત્રા આગળ ધપાવે છે. ઇચ્છા તો છે, પછી જે ભવિષ્યમાં સંજોગ થાય.
રચના - આદિ શંકરાચાર્ય
સ્વર - ????
શીર્ષક:
શંકરાચાર્ય,
સંસ્કૃત,
સ્તુતિ
Thursday, 16 September 2010
શ્રી કનકાધાર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય
શ્રાવણ મહિનો પૂરો થઇ ગયો, પણ વ્રત અને ઉત્સવોની મૌસમ ચાલુ જ છે.કાલથી મનુષ્યો જેની સહુથી વધુ પૂજા કરે છે તેવા લક્ષ્મીમાતાના મહાલક્ષ્મી વ્રતનો શુભારંભ થયો છે. તો આજે માણીયે કનકાધાર સ્તોત્ર. વળી આજે આ સ્તોત્રના ગાયિકા સુબ્બુલક્ષ્મીની ૯૪મી જન્મજયંતી છે. ગુજરાતીઓ કદાચ તેમના વિશે નહી જાણતા હોય, પણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને ખાસ તો સંસ્કૃતના વિવિધ શ્લોકોને ઘરઘરમાં ગુંજતા કરવામાં તેમનો મોટો ફાળો છે. તેમની આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના.
આ સ્તોત્રનું વધુ મહામત્ય નથી ખબર, પણ જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી તેની રચના આદી શંકરાચાર્યે કરી છે. વાત કંઇક એવી બની હતી કે, એક દિવસ શંકરાચાર્યજી ભિક્ષા માંગવા એક ગરીબ કુટુંબનાં આંગણે ઊભા રહી ગયા. કુટુંબની સ્ત્રી ગરીબ પણ શ્રદ્ધાળું હતી. પણ જ્યારે હાલ્લાં જ કુસ્તી કરતાં હોય તેનાં ઘરમાંથી શું મળે. તે સ્ત્રીઓ બહુ શોધખોળ કર્યા પછી કોઇક ખુણેથી એક આમળું મળ્યું. આ આમળું તેણે રોતી આંખે લાચારવશ થઇ શંકરાચાર્યને ભિક્ષામાં આપ્યું. શંકરાચાર્ય તેનો ભક્તિભાવ જોઇ પ્રસન્ન થઇ ગયાં. આ પ્રસંગે તેમણે શ્રીસુક્તમની રચના કરી. કહેવાય છે કે તેમનો પાઠ સાંભળીને મહાલક્ષ્મી માતાએ પ્રસન્ન થઇને સોનાનાં આંમળાનો વરસાદ વરસાવ્યો હતો. આપનાં જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિની વૃષ્ટિ થાય તેવી ભાવના સાથે સાંભળીયે શ્રીસુક્તમનો પાઠ.
શીર્ષક:
શંકરાચાર્ય,
સંસ્કૃત,
સુબ્બુલક્ષ્મી,
સ્તુતિ
Subscribe to:
Posts (Atom)





