ગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર
સ્વર - પંડિત જસરાજ
સૂર અને શબ્દનો અભિષેક
આજ જૈન સંપ્રદાયના ૨૪મા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતી છે. સર્વે વાચકોને મહાવીર જયંતીની ખુબ ખુબ શુભેચ્છા. બાહ્ય આક્રમણો સામે ભારતની સંર્કૃતિની જ્યોત પ્રજવલીત રાખવામા મહાવીર સ્વામીનો મોટો ફાળો છે. આ પાવન દિવસે સાંભળીયે તેમની આરતી.
આજે અસ્મિતાપર્વના બીજા ચરણમા સાંભળીયે ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફર ખાનનું સિતાર વાદન
ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુ દ્વારા દર વર્ષે તેમના આશ્રમમા 'અસ્મિતાપર્વ'નું આયોજન કરવામા આવે છે. આ પર્વમા દેશના જાણીતા કલાકારોનું સન્માન કરવામા આવે છે. આ વર્ષે પણ તારીખ ૨૭ માર્ચથી ૩૦ માર્ચ સુધી આ પર્વનું આયોજન કરવામા આવ્યું છે. તેમા ૩૦ માર્ચ અને હનુમાન જયંતિના શુભદિને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને 'હનુવંત વિજયપદ્મ' એનાયત કરવામા આવનાર છે. અભિષેક તરફથી તેમને ખુબ ખુબ શુભેચ્છા. તેમના ઉપરાંત જાણીતી શાસ્ત્રીય નૃત્યાંગના યામીની કૃષ્ણામૂર્તી, સિતારવાદક અબ્દુલ હાલીમ ઝફરખાન અને તબલાવાદક સપન ચૌધરીનું પણ સન્માન કરવામા આવનાર છે. અભિષેક તે સહુને ખુબ ખુબ અભિનંદન આપે છે અને આજથી ચાર દિવસ તેમની કળાનો ઉત્સવ માણીયે.
આજે શરૂઆત કરીયે યામીની કૃષ્ણામૂર્તીથી. તેમના ભરતનાટ્યમ નૃત્યનો આનંદ માણીયે.
હમણા આપણે સ્વામી વિવેકાન્ંદને સાંભળીયા. આજે આપણે આપણા બંધારણના પિતા બાબાસાહેબ આબેડકરને સાંભળીયે.મને તો તે બંધારણસભામા તે અપાયું હોય તેમ લાગે છે. સ્વતંત્ર ભારતના બંધારણ વિશે બહુ રસપ્રદ વાતો કરેલી છે.
Back to TOP