શ્રી કૃષ્ણ શરણં મમઃ - કૃષ્ણગીત
રાધારમણ દેવ - જૂનાગઢ |
આજે આપણાં નટખટ કાનુડાનો જન્મ દિવસ છે. Happy Birthday. કોઇના પુત્ર તો કોઇના પતિ, કોઇનો સેવક તો કોઇનો સ્વામી, કોઇનો મિત્ર તો કોઇનો સખા, કોઇનો ભાઇ તો કોઇનો ઇશ્વર. કેટલાં રૂપ, કેટલાં સ્વરૂપ. પકડવા જાવ તો ન પકડાય પણ આપણા અંતરમાં સમય. બધી શ્રીકૃષ્ણની લીલા.
સહુ કોઇને કૃષ્ણના જીવનમાંથી પોતાના ખપનું મળી જ રહે છે. એટલે જ મધ્યકાળમાં થયેલા ભક્તિ આંદોલનમાં સહુ તેનાથી મોહીત થયા હતાં. વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ, સહજાનંદ સ્વામી, નિબંડ્કાચાર્યજી વગેરે અનેક ભક્તિમાર્ગી સંતોએ એક યા બીજા સ્વરૂપે કૃષ્ણનો આશરો સ્વીકાર્યો છે. આવા કાનજી મહારાજનાં જન્મ દિવસે કંઇક સ્પેશિયલ.
સ્વર - આસિત દેસાઇ
શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ
કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજ ચોરયાશી કોશ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વાજાં ને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
શરણાઈ ને તબુંરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કેસર કેરી પ્યારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચૌદ લોકે બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબુ લીબું ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જતિપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગલી ગલી ગહવરવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
શ્રીયમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબાડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વિરહી જનના હૈયાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વલ્લ્ભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
તારલીયાના મંડલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
રોમ રોમ વ્યાકૃળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મહામંત્ર મનમાંહે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
(શબ્દો - વલ્લભકુળ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment