Showing posts with label જૈન ભજન. Show all posts
Showing posts with label જૈન ભજન. Show all posts

Thursday, 1 September 2011

સ્વસ્તિમંગલ

Image
આપ સહુને સંવત્સરીની ખુબ ખુબ શુભેચ્છા. મેં મારા મન, વચન અને કર્મ દ્વારા આપને ક્યારે પણ દુભવ્યા હોય તો તેની હું ક્ષમા પ્રાર્થું છું. મેં કરેલા અને ન કરેલા કૃત્યો દ્વારા આપનું હ્રાદય દુભાવ્યું હોય તો આપ મને ક્ષમા કરો તેવી આપને પ્રાર્થના.

સ્વર - મન્ના ડે

Read more...

Tuesday, 30 August 2011

અબ હમ અમર ભયેં ન મરેંગે - આનંદઘન


ત્યાગ અને નિયમનના પર્વ પર્યુષણ નિમિત્તે એક સુંદર ગીત. મધ્યકાળ દરમિયાન થયેલ ભક્તિ આંદોલનમાં કવિ આનંદઘનનો ફાળૉ અમૂલ્ય છે. આશરે ૧૭મી સદી દરમિયાન થઇ ગયેલા આ કવિએ જ્ઞાનમાર્ગના અનેક પદો રચ્યા છે. તેમના પદો જૈન સંપ્રદાયમાં વધુ પ્રચલીત છે, પણ કવિ પોતે સંપ્રદાયનિરપેક્ષ હતા. અખાની જેમ જ્ઞાનમાર્ગનો ભાવ તેમના પદોમાં જોવા મળે છે. તેમના વિશે શ્રી કુમારપાળ દેસાઇના બ્લોગ પર વધુ વાંચી શકશો.

કવિ - આનંદઘન
સ્વર - મનહર ઉધાસ

Read more...

Saturday, 16 April 2011

નવકારમંત્ર છે ન્યારો - જૈનસ્તુતિ

મહાવીર જયંતી નિમિત્તે આજે નવકાર મંત્રનું સ્મરણ. મારા ઘણા મિત્રો જૈન હોવાને કારણે તેમણે નવકારમંત્ર શીખવાડ્યો.

સ્વર - લતા મંગેશકર


સ્વર - મનહર ઉધાસ

Read more...

Sunday, 12 September 2010

શ્રી ઉવાસંઘરામ સ્તોત્ર

આજે જૈનોનાં પર્વાધિરાજ પર્યુષણ(પં. પક્ષ) મુજબ છે. આ દિવસે સાંભળિયે આ સ્તોત્ર.

સાચુ કહું મને આ સ્તોત્રના મહામાત્ય વિશે કાંઇ ખબર નથી. શબ્દોનાં અર્થ પણ નથી જાણતો. પણ તેને સાંભળીને મનને શાંતિનો અનુભવ થાય છે. કોઇ મને આ સ્ત્રોત્રનું મહામત્ય જણાવશે તો મને ગમશે.

Read more...

Thursday, 9 September 2010

બોલ બોલ રે પ્રીતમ - મુનિ ઉદયરત્ન

જૈન મુનિ ઉદયરત્નની આ રચના છે. આ જૈન સાધુ કવિએ ૨૦ જેટલી રાસકૃતિઓ ઉપરાંત છંદ, બારમાસાં, સ્તવન, સઝ્ઝાય સ્વરૂપમાંની ઘણી કૃતિઓ સમેત વિપુલ લેખન કર્યું છે. તેઓ આશરે ૧૭મી સદીમાં જન્મ્યા હતાં.

Read more...

Wednesday, 8 September 2010

વિચરે મહાવીર સ્વામી - જૈન ભજન

આજે મહાવીરપ્રભુનાં જન્મવાંચનનો દિવસ. આ દિવસે આ ખાસ જૈનભજન.

લોકભજન
સ્વર - શાંતિલાલ શાહ
સંગીત - ???

Read more...

Monday, 6 September 2010

સુમતિનાથ ગુણ શું મિલી જી - યશોવિજય

પર્યુષણ મહાપર્વ અનુસંધાને જૈનસાધુ યશોવિજયની આ રચના. જૈનસંપ્રદાયમાં મોટી પ્રતિભા ગણાયેલા આ વિદ્વાન સાધુએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી-હિન્દી વગેરેમાં અનેક નાની-મોટી ગદ્ય-પદ્ય રચનાઓ કરી છે. જેમાં જંબુસ્વામીરાસ' જેવી દીર્ધકૃતિઓ ઉપરાંત 'ચોવીસીઓ' અને ઘણાં પદો-સઝ્ઝાયો વગેરેનો સમાવેશ થાય છે.

આ સ્તવન-પદમાં  સુમતિનાથ માટેની વિસ્તરતી પ્રીતિને જલમાં વિસ્તરતા તેલબિંદુની ઉપમા, તથા છુપાવી ન શકે ને મુખર થઇ ઊછળી રહે તેવી પ્રીતિ માટેનાં સદ્રશ્યો- કસ્તુરીની સુગંધ,આંગળિથી મેરૂં ન ઢંકાય વગેરે નોંધપાત્ર છે.

Read more...

Saturday, 4 September 2010

સમરો મંત્ર ભલો નવકાર - જૈન ભજન



આજથી જૈનસંપ્રદાયના પવિત્ર પર્યુષણમાસનો પ્રારંભ થાય છે. આજે સાંભળીયે એક જૈનભજન.


સ્વર - મન્ના ડે, હંસા દવે

Read more...

Sunday, 28 March 2010

ૐ જય મહાવીર પ્રભુ - સ્તુતિ

આજ જૈન સંપ્રદાયના ૨૪મા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતી છે. સર્વે વાચકોને મહાવીર જયંતીની ખુબ ખુબ શુભેચ્છા. બાહ્ય આક્રમણો સામે ભારતની સંર્કૃતિની જ્યોત પ્રજવલીત રાખવામા મહાવીર સ્વામીનો મોટો ફાળો છે. આ પાવન દિવસે સાંભળીયે તેમની આરતી.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP