યાદ તમારી આવે - ગઝલ
કવિ - ???
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, શમશાદ બેગમ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
કાજળ કાળી રાતલડીમાં, શમણાં છુપ્યાં છે ઝૂકી પલકમાં,
એક તારો ટમકી જાયે, હાયે ત્યારે, યાદ તમારી આવે.
આવે વસંતો, ફૂલો મહેંકતાં, કોયલડીનાં કંઠ ટહૂકતા,
મનડું મોર નચાવે, હાયે ત્યારે, યાદ તમારી આવે.
સાવન ભાદો વીજ ચમકતી, નભની ઘટા ઘનઘોર છલકતી,
શરાબી મસ્તી છવાયે, હાયે ત્યારે, યાદ તમારી આવે.
ભીનીભીની ઝોંક હવાની, મૌસમ ઠંડી અગન જલાવી,
એક તણખો દિલને દઝાડે,હાયે ત્યારે, યાદ તમારી આવે.
શોધુ તને હું વનવન ભટકી, રેતી બની ક્ષણ આંખોમાં ખટકી
કંટક કલેજુ કતરાવે, હાયે ત્યારે, યાદ તમારી આવે.
જોગી બનીને ભસમ લગાવી, ગંગાને તીરે મઢૂલી સજાવી
કોઇ નૈનન નીર બહાવે, હાયે ત્યારે, યાદ તમારી આવે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment