તમારા વગર એ કુંવારી જ રહેશે - રમેશ પારેખ
ગઇ કાલે રમેશ પારેખનો જન્મદિવસ ગયો. મોડા તો મોડા, પણ આ ગીત દ્વારા તેમને સ્વરાંજલી પાઠવીયે.
કવિ - રમેશ પારેખ
સ્વર - પંકજ ઉધાસ
સંગીત - શ્યામલ-સૌમીલ
તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે
તમે ઘર કે શેરી બદલશો પરંતુ
ભીંતોની વફા એકધારી જ રહેશે
ન ફળદ્રુપ થઇ કોઇની પણ હથેળી
કે ખારી જમીનો તો ખારી જ રહેશે
પગેરૂં હયાતીનું જોયું છે કોણે
કે એ તો ફરારી ફરારી જ રહેશે
કવિ - રમેશ પારેખ
સ્વર - પંકજ ઉધાસ
સંગીત - શ્યામલ-સૌમીલ
તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે
તમે ઘર કે શેરી બદલશો પરંતુ
ભીંતોની વફા એકધારી જ રહેશે
ન ફળદ્રુપ થઇ કોઇની પણ હથેળી
કે ખારી જમીનો તો ખારી જ રહેશે
પગેરૂં હયાતીનું જોયું છે કોણે
કે એ તો ફરારી ફરારી જ રહેશે
(શબ્દો - પ્રીતના ગીત)
0 પ્રત્યાઘાતો:
Post a Comment