નૈને નૈન મળે જ્યાં છાના - બેફામ
આજે કવિ બેફામની પુણ્યતિથી છે. માણીયે આ ગીત.
ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - મુકેશ, લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી આનંદજી
ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - મુકેશ, લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી આનંદજી
નૈનૈ નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના,
તમને પારકા માનું કે માનું પોતાના.
નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના,
તમને પારકા માનું કે માનું પોતાના…
વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર,
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં.
શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છુપાવી અંતરપટમાં.
મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના…
મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ,
મને રાહ મળે મંઝિલની.
રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ,
દુનિયાથી જુદી છે સફર દિલની…
સાથે કોના થઈ રહેવાના,
કહી દો દિલનાં કે દુનિયાનાં…
તમને પારકા માનું કે માનું પોતાના…
0 પ્રત્યાઘાતો:
Post a Comment