શ્યામ આવીને મારી મટુકી ફોડે - કૃષ્ણગીત
કૃષ્ણગીત
સ્વર - લલીતા ઘોડાદ્રા,પ્રફુલ્લ દવે
સંગીત - ???
ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે
સ્વર - લલીતા ઘોડાદ્રા,પ્રફુલ્લ દવે
સંગીત - ???
ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે
મથુરાની જેલમાં કાન જનમ્યાં
વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યાં
હે.. ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યાં
હે.. ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
બેઉ કાંઠે જમુના આવી છલકાણાં,
વાસુદેવ એવા મનમાં મુંઝાણા,
હે..જમુનાજીમાં કેડીયું પાડે મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
બેઉ કાંઠે જમુના આવી છલકાણાં,
વાસુદેવ એવા મનમાં મુંઝાણા,
હે..જમુનાજીમાં કેડીયું પાડે મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
ચાર-પાંચ ગોવાળ ટોળે મળીને
એક બીજાને કાંધે ચડીને
હે.. મટુકીમાં મોરલી મારે મારો શ્યામ
શ્યામ આવીને મારી મટુકી ફોડે
ચાર-પાંચ ગોવાળ ટોળે મળીને
એક બીજાને કાંધે ચડીને
હે.. મટુકીમાં મોરલી મારે મારો શ્યામ
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
ચાર પાંચ ગોપીયું ટોળે વળીને
એક એક કાનજીને એક એક ગોપી
હે..વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
ચાર પાંચ ગોપીયું ટોળે વળીને
એક એક કાનજીને એક એક ગોપી
હે..વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
નંદબાવાને ઘેર નવલખ દુધે
માતા યશોદા મહીડાં વલોવે
હે..ગોપીયુંના ઘરમાં વ્હાલો ચોરિયું કરે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
0 પ્રત્યાઘાતો:
Post a Comment